Second Hand Mobile લેતા પહેલા આ 5 વસ્તુનું ધ્યાન રાખવું

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે Second Hand Mobile લેતા પહેલા તમારે ઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

જો તમે પણ Second Hand mobile લેવાનું નક્કી કરી જ લીધું છે તો તમે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાચજો. હું તમને એવા એ 5 મુદ્દા કહીશ કે જે તમને કામ લાગશે. એવું જરૂરી નથી બધા લોકો New Mobile ખરીદે પૈસાના અભાવના કારણે ઘણા લોકો Second Hand Mobile ખરીદતા હોય છે. એવું જરૂરી નથી હોતું કે Second Hand Mobile જે સસ્તા માં મળતા હોય તે બધા સારા હોય. Second Hand mobile માં કઈક ને કઈક ખરાબી હોય છે જેના કારણે તેનો માલિક તે વહેચતો હોય છે.

 

Second Hand Mobile લેતા પહેલા કઈ કઈ વાત નું ધ્યાન રાખવું જોઈએ

 

1. Bill Box અને Accessories

જો તેના પાસે bill box  હશે તો તેનાથી સાબિત થાય છે કે તે મોબાઇલ ચોરીનો નથી. bill ઉપરથી તમને ખબર પડશે કે તે મોબાઇલ કેટલો જૂનો છે. અને જો તે mobile Warranty માં હોય તો તમારા માટે સારું છે જો મોબાઇલ માં કાઇપણ થાય તો તેને ફ્રી માં રીપેર કરાવી શકશો. અને જો તમને accessories ઓછી મળતી હોય તો તમે કિમત ઓછી પણ કરાવી શકો છો.

2. Mobile વધારે જૂનો ના હોવો જોઈએ

Android ની દુનિયા માં દરરોજ એક નવો મોબાઇલ એક નવા ફંકશન સાથે આવતો હોય છે. જો તમે વધારે જૂનો મોબાઇલ ખરીદતા હોય તો તે કામ નો હોતો નથી. કોઈ પણ માણસ 2014 થી 2017 ના mobile શું કરવા વાપરશે. કારણકે ત્યાર પછી ના મોબાઇલ જ વધારે advance થતાં આવ્યા છે. અત્યારે 7000 રૂપિયા માં સારો એવો મોબાઇલ આવી જતો હોય છે. જેમાં 2 GB Ram આવી જતી હોય છે.

તમે લોકો મને Comment કરીને કહો કે કોય android નું kit kat વાળું version વાપરવું પસંદ કરશો ??

3. Mobile ની સ્થિતિ કેવી છે.

તમે મોબાઇલ હાથમાં લઈ ને જોય લ્યો કેઆર તેમાં કોય સ્ક્રેચીસ તો નથી ને , તેમાં ચાર્જિંગ બરોબર થાય છે કે કેમ તેની Camera Quality જોય લ્યો સ્માર્ટફોન માં camera સૌથી અગત્યના હોય છે. તો તમે એક ફોટો પાડીને ચકાસણી કરી લ્યો. જો તમને મોબાઇલ માં વધારે ખબર ના પડતી હોય તો તમારા જાણકાર માં કોય મિત્ર અથવાતો મોબાઇલ દુકાન હોય તો તેને બતાવી શકો છો. તેમાં માઇક , સ્પીકર, ઇયરફોન નો પ્લગ , ચર્જિંગ શોકેટ વગેરે તપાશ કરી ને ખરીદો. તેની ટચ સ્ક્રીન ને તપાસી લો સ્મૂધ ચાલે છે કે કેમ.

4. તપાસો કે કોઈ ચોરી નો મોબાઇલ તો નથી

કેટલીક વાર ફોન વેચનારાઓ ચોરીનો ફોન વહેચી નાખતા હોય છે. જો એમ હોય તો ફોન બોક્સ કરવા કહો.કોઈ ચોર બોક્સથી મોબાઈલ ચોરી નહીં કરે. જો તેણે આમ કર્યું હોય તો પણ તે ખૂબ જ નાનું હશે અને જો બોક્સ ન હોય તો *#06 ડાયલ દ્વારા ફોનની IMEI  number ચેક કરી લો..પછી તમે IEMIDETECTIVE.COM પર નંબર દાખલ કરી ને ચેક કરી શકો છો. ડિવાઇસ ચોરાઈ જાય તો તમે ચોરાયેલો ફોન ખરીદવાનું ટાળી શકો છો. એટલું જ નહીં, પરંતુ અન્ય કોઈને પણ તેમનો ખોવાયેલો ફોન પણ મળી જશે.

5. નજીકની મોબાઇલ ની દુકાનોમાં તપાસો

તમને ઘણા રિટેલ સ્ટોર્સમાં જૂના મોબાઇલ પણ મળશે. જો કે, આ સ્થળોએ તમારે ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે અને ગેરંટી મળવાની સંભાવના નથી. જો દુકાનદાર પર તમારા પર વિશ્વાસ હોય તો તમે તેની પાસેથી તમારા માટે Secound Hand Mobile ખરીદી શકો છો.

 

 

Leave a Comment