8 મહાનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ | BIG NEWS SCHOOL UPDATES

  8 મહાનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ | BIG NEWS SCHOOL UPDATES

 

  • અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં ઓફલાઇન શિક્ષણ બંધ
  • 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય
  • આવતીકાલથી શરૂ થનારી કોલેજોની પરીક્ષા મોકૂફ રહેશે
 
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શિક્ષણ જગત માટે સમાચાર મોટા સમાચાર સામે આવ્યા છે. 8 મહાનગરપાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અંગે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે.
કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા. ત્યારે શાળા-કોલેજોને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 8 મનપામાં શાળા-કોલેજોમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. 8 મનપાની શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. મનપાની શાળા-કોલેજોમાં પરીક્ષાઓ ઓનલાઇન આપી શકાશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક શાળાએ જઇ શકશે. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે

યુનિવર્સિટીની પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફઃ શિક્ષણમંત્રી

ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, કોલેજ અને યુનિવર્સિટીઓ માટે આવતીકાલથી 10 એપ્રિલ સુધી નિર્ધારિત સ્નાતક કક્ષાનો ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ માટે યુનિવર્સિટી નવેસરથી સમય પત્રક જાહેર કરશે. યુનિવર્સિટીની આજથી પરીક્ષાઓ શરૂ થઈ હતી ત્યારે હવે હાલ પૂરતી પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે. 

Leave a Comment