હેડ ક્લાર્ક પેપર લીક થયાના મામલે મોટા સમાચાર, રદ થઈ શકે છે પરીક્ષા

પેપરલીક કાંડમાં મોટો ખુલાસો થયો છે. હેડ કલાર્કનું પેપર ફેડનારનું નામ સામે આવ્યું છે. પેપર ફોડવામાં કેટલાક લોકો હોવાની ચર્ચા છે. ત્યારે હવે આ પરીક્ષા રદ્દ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

  • હેડકલાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો
  • જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપર લીક કેસમાં સંડોવણી
  • હેડ ક્લાર્કની પરીક્ષા થઇ શકે છે રદ્દ 
  • પેપર તપાસ ટીમે 12 લોકોની પુછપરછ કરી

કોણે ફોડ્યું હતું પેપર? કોની કોની થઇ પૂછપરછ?

હેડ ક્લાર્કના પેપરલીક કેસમાં મોટો ખુલાસો થયો છે. જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપરલીક કેસમાં સંડોવણી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જયેશ પટેલે પેપર ફોડ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. જયેશ સામે પ્રાંતિજ પોલીસમાં એક ફરિયાદ નોંધાયેલી છે. તો આમાં દેવલ પટેલ નામના શખ્સની પણ સંડોવણી છે. દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે. કાકા-ભત્રીજા બંને હાલમાં સંપર્ક બહાર છે. તો અન્ય 12 જેટલા લોકોની શંકાના દાયરામાં છે.

હેડ ક્લાર્ક પેપરકાંડમાં 12 શંકાસ્પદોની પુછપરછ કરી છે. આ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. વીટીવી પાસે પોલીસ તપાસ કરેલા 12 લોકોના નામ સામે આવ્યા છે. તપાસ ટીમે ઉંછાના ફાર્મ હાઉસના માલિક, પ્રાંતિજના બાલિસણા ગામના ડૉક્ટર, ઉંછા ગામના એક વ્યક્તિ, હિંમતનગરના બોરાણા ગામના બે ભાઇ, ખેડબ્રહ્માના પિપોદરા ગામના શિક્ષક, હિંમતનગરના એક વ્યક્તિ, સલાલ ગામના સીઆરસી શિક્ષક અને તલોદમાં એક શિક્ષકની પુછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

હેડ ક્લાર્ક પેપરકાંડમાં 12 શંકાસ્પદોની પુછપરછ

  • ડૉ. નીતિન જશુભાઈ પટેલ, ઉંછાના ફાર્મ હાઉસના માલિક
  • ડૉ.રાજુ પટેલ, બાલીસાણા-પ્રાંતિજના રહેવાસી અને સામાજીક કાર્યકર
  • જયેશ ઉર્ફે મુકેશ પટેલ, ઉંછાના રહેવાસી છે(તેની સામે અગાઉ ફ્રેન્ડ્સ ગૃપ નામે ડ્રો સ્કીમમાં છેતરપિંડીની ફરિયાદ 2017માં થઇ છે)
  • ધ્રુવ ભરત બારોટ, બેરણાના રહેવાસી છે
  • પિનાકીન ભરત બારોટ, બેરણાના રહેવાસી છે
  • ભરત શંકર બારોટ, ખેડબ્રહ્માની પીપોદરા પ્રાથમિક શાળામાં શિક્ષક
  • મહેન્દ્ર ભુદર પટેલ, હિંમતનગરના રહેવાસી છે અને માધ્યમિક આચાર્ય શિક્ષણ સંઘ પ્રમુખ
  • મહેન્દ્ર પટેલ સામે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર રૂ. ૪ લાખમાં ખરીદી રૂ. ૧૦ લાખમાં વેચવાનો આરોપ
  • પી.કે.પટેલ ડૉ.નીતિન પટેલના મિત્ર
  • હર્ષદ હીરાભાઈ નાઈ જે CRCના શિક્ષક છે
  • હર્ષદ નાઇનું નામ અગાઉ ટાટની પરીક્ષામાં ગેરરિતી મામલે નામ સામે આવ્યું હતું
  • વર્ષ 2015માં સાબરકાંઠાની કાકનોલ જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા
  • સાબરકાંઠા જીલ્લા પંચાયતની કારોબારી સમિતીની અધ્યક્ષ રહી ચૂક્યો છે
  • હેમંત નરસિંહ પટેલ તલોદના પ્રાથમિક શિક્ષક
  • નરેશ મગન પટેલ જે ખેતી કામ કરે છે

યુવરાજસિંહ અને ગોણ સેવાપસંદગી મંડળ ના સચિવ સાથેનો ઓડિયો સાંભડવા Click Here 

Leave a Comment