ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાનની સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે.
દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે. અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે.
ગુજરાત સરકાર રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં વરસાદથી ભારે તબાહી થઈ હતી. જોકે આ વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે. જ્યારે અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર,ઉપરાંત છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કમાં 4 જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાયો હતો. હવે અન્ય જિલ્લાઓમાં કામગરી ચાલુ કરવામાં આવી છે.
ક્યાં ક્યાં ગામો માં મળશે સહાય