Drum Sahay Yojana 2021 | ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટબની સહાય | Two Plastic Baskets Sahay Yojana 2021

નમસ્કાર મિત્રો આજે આપણે Drum Sahay Yojana 2021 વિષે વાત કરવાના છીએ. આ યોજનામાં કેટલા ડોકયુમેંટ જોઈશે , કોને કોને આ યોજનાનો લાભ મળશે એની સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં છે તો તેને છેલ્લે સુધી જોતાં રહેજો.

ગુજરાત સરકારે ખેડૂતો માટે મલ્ટી પર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના હાલ ચાલુ કરી છે. જેમાં તમને 200 લિટરનું એક બેરલ અને 2 ટબ આપવામાં આવશે.

drum sahay yojana 2021 ( ડ્રમ સહાય યોજના 2021 ) :-

આ યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે.

દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે.

અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

Drums And Two Plastic Baskets sahay Yojana Important Documents :- 

1. Aadhaar card

2. Identity card / pan card

3. Passport size photo

4. Bank passbook

5. Mobile number (for registration )

How To Apply Drums And Two Plastic Baskets Yojana 2021 : ( આ યોજનામાં કેવી રીતે અરજી કરવી )

1. સૌથી પહેલાં તમારે યોજનાની સત્તાવાર સાઇટ પર જવું પડશે એટલે કે https://ikhedut.gujarat.gov.in

2. તે તમારી સામે ના પ્રથમ પૃષ્ઠમાં હોમ પેજ ખોલશે પછી તમારે વિકલ્પ “યોજનાઓ / યોજના” પર ક્લિક કરવું પડશે તે તમને આગલા પૃષ્ઠ પર ફરીથી નિર્દેશિત કરશે.

3. તમારે ઘણી યોજનાઓમાંથી એકની પસંદગી કરવી પડશે. તમે કૃષિ યોજનાઓ પસંદ કરી શકો છો. પછી ડ્રમ્સ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ યોજના પર ક્લિક કરો

4. હવે તે તમને પૂછશે કે તમે પહેલેથી જ યોજનામાં નોંધાયેલા છો કે નહીં. તમે નોંધાયેલા ન હોવાથી પછી “ના” પર ક્લિક કરો અને પછી “આગળ વધો” પર ક્લિક કરો.

5. પછી તમારે “નવા નોંધણી” પર ક્લિક કરવું પડશે

6. આ તમારી સામે નોંધણી ફોર્મ ખોલશે. હવે તમારે તમારી અંગત વિગતો, બેંક વિગતો, રેશન કાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ જેવી ફોર્મમાં પૂછતી તમામ વિગતો ભરવાની રહેશે.

7. જરૂરિયાત ની બધી વિગતો દાખલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો અને તમારી અરજી થઈ જશે

 

મિત્રો આશા રાખું છું કે તમને આ પોસ્ટ માથી drum sahay yojana ની તમામ માહિતી મળી હશે. તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા ખેડૂત મિત્રો ને પણ શેર કરી દેજો જેથી તે પણ આ સહાય નો લાભ લઈ શકે

1 thought on “Drum Sahay Yojana 2021 | ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટબની સહાય | Two Plastic Baskets Sahay Yojana 2021”

Leave a Comment