અક્ષય કુમાર (Akshay Kumar) ની માતા અરુણા ભાટિયા (Aruna Bhatia Death) એ બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાજુક હતી અને તેથી જ તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયે એક ભાવુક પોસ્ટ લખીને તેની માતાના મૃત્યુ વિશે માહિતી આપી છે.
તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘તે મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ હતી. આજે મને અસહ્ય પીડા થઈ રહી છે… મારી માતા અરુણા ભાટિયા આ દુનિયા છોડીને હવે પપ્પા સાથે આવી છે. અમને તમારા બધાની પ્રાર્થનાની જરૂર છે, કારણ કે અમારો પરિવાર અત્યારે આ મુશ્કેલ સમય સાથે સંઘર્ષ કરી રહ્યો છે.”